પાટડીના દેગામની સીમમાંથી 3 શખસો ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયા
સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટએ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રોહી જુગાર, હથિયાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા અંગે અસરકારક કાર્યવાહી કરી કરાવવા સૂચના આપવામાં આવેલ હતી. જિલ્લામાં અવારનવાર બનતા ફાયરિંગના બનાવો અટકાવવા માટે ગેરકાયદે હથિયારો રાખનાર ઈસમો શોધી, હથિયારધારાના વધુમાં વધુ કેસો કરવા, તેમજ પોલીસ વિભાગ દ્વારા કબજે કરવામાં આવતા ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના જિલ્લા-રાજ્યમાંથી આવતા હોય, જેથી આવા રેકેટનો પદર્ફિાસ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઈન્સ્પેકટર એલસીબીને જરી સૂચના આપેલ હતી વી.આર.જાડેજા તથા એલસીબી શાખાની અલગ અલગ ટીમો બનાવી એલસીબી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા વિસ્તારમાં ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ.કોમ્બિંગ દરમિયાન એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે દેગામ ગામની આંકડિયા સીમ વિસ્તારમાંથી નવાઝખાન ઉર્ફે લાલો અસરફખાન રહે.દેગામ તા.પાટડીવાળા પોતાના કબજા ભોગવટામાં દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-1 કિ. 2,000ના મુદામાલ સાથે તથા શરીફખાન ઉર્ફે લાલો ઉમેદખાન રહે.દેગામ તા.પાટડીવાળો) પોતાના કબજા ભોગવટામાં દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-1 કિ..2000, મહમદખાન નસીબખાન રહે.પીપળી તા.પાટડીવાળો પોતાના કબજા ભોગવટામાં દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-1 કિ.2000 તથા ગન પાવડર (ખાડણિયો દા) આશરે 50 ગ્રામ તથા લોખંડના નાના મોટા છરા આશરે 200 તથા પોતાના રહેણાંક મકાને સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-1.2000, દેશી હાથ બનાવટની સીંગલ બેરલ 12 બોર બંદુક 1.5000, દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો 1.5000, લોખંડની દેશી હાથ બનાવટની પિસ્તોલ 1.20000 મળી કુલ.24000ના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને કુલ હથિયારો 7 કુલ.38,000ના મુદામાલ સાથે પકડી પૂછપરછ કરતા ઉપરોકત હથિયારો હશેનખાન કરીમખાન મલેક રહે.જાસ્સલા તા.સાંથલ જી.પાટણ, ભીખાભાઈ મિસ્ત્રી રહે.સેડલા તા.પાટડી, મસ્તુભા ઉમેદખાન રહે.દેગામ તા.પાટડીવાળા પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબજે કરી ત્રણેય વિધ્ધ બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા મુજબ અલગ અલગ ત્રણ ગુનાઓ રજિસ્ટર કરાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરીમાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઈન્સ. ડી.એમ.ઢોલ તથા પોલીસ સબ ઈન્સ. વી.આર.જાડેજા તથા એએસઆઈ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા ઋતુરાજસિંહ નારસંગભા તથા જુવાનસિંહ મનુભા તથા પોલીસ હેડ કોન્સ. હિતેષભાઈ જેસીંગભાઈ તથા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઈ પ્રવીણભાઈ દિલીપભાઈ ભુપતભાઈ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા અશ્ર્વિનભાઈ ઠારણભાઈ તથા કલ્પેશભાઈ જેરામભાઈએ તેની ટીમ દ્વારા કુલ 3 આરોપીઓને ગેરકાયદે હથિયારો નંગ 7 સાથે શોધી કાઢેલ છે.