પાટડીમાં સિમેન્ટના બેલાની આડમાં છૂપાવેલો 300 બોટલ વિદેશી દારૂ સાથે 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગરોને ઝડપવા તપાસ સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ સ્ટાફે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી 300 બોટલ વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ભાગી ગયેલા બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયર્િ છે.ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી આર.બી. દેવધાની આગેવાનીમાં બજાણા પી.એસ.આઇ વી.એન. જાડેજા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન માલવણ ચોકડી પર બજાણા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી મેક્સ પીક-અપ ગાડી (નં.જીજે-24-યુ-4497)ને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગાડી ચાલક માલવણ તરફ ગાડી ભગાડી જતા બજાણા પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતાં ગાડી ચાલક બજાણા ફાટક પાસે ખેતરની બાજુમાં ચાલુ હાલતમાં ગાડી મૂકી અંધારામાં નાશી છુટવામાં સફળ થયો હતો.બજાણા પોલીસે ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી પાછળના ભાગે સિમેન્ટના બેલાની આડમાં જુદી જુદી બ્રાન્ડની 750 ઇંગ્લીશ દારૂની 300 બોટલો, જેની કિંમત એક લાખ બાર હજાર અને બે લાખની કિંમતની મહિન્દ્રા મેક્સ પીક-અપ ગાડી, એમ કુલ રૂ. 3.12 લાખનો મુદામાલ જપ્ત કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે