આટકોટ નજીક કારમાં ગાંજાના જથ્થા સાથે ઢસાના ૩ શખ્સોને એસઓજીએ ઝડપી લીધા

જસદણના આટકોટ પાસે કારમાં ગાંજાના જથ્થા સાથે નીકળેલ ઢસાના ૩ શખ્સોને રૂરલ એસઓજીએ ઝડપી લીધા હતા.જીલ્લામાં નાર્કોટીકસના કેસો કરવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સૂચના અન્વયે રૂરલ એસઓજીના પીઆઈ અજયસિંહ ગોહિલ તથા ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે રૂરલ એસઓજીના હેડ કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા રણજીતભાઈ ધાંધલને મળેલ બાતમી આધારે આટકોટ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ મારૂતિ કાર નં. જીજે ૦૧ એપી ૮૬૯૫ને અટકાવી તલાસી લેતા તેમાથી માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૯૮૧ ગ્રગ્રામ મળી આવતા કારમાં બેઠેલા દિવ્યેશ ઉર્ફે પીન્ટુ ભૂપતનાથ નાથજી રે. કૈલાસ મુકિતધામ ઢસા, ઈકબાલ જબારભાઈ ખરાણી રે. રાણીકા ગોદડીયાનગર-૫ ઢસા તથા વિપુલ ગોવિંદભાઈ પલાણીયા રે. કલરવ પ્રાર્થના વિદ્યાલય પાછળ ગોદળીયાનગર-૫ ઢસાને ઝડપી લઈ કાર, ગાંજો, મોબાઈલ અને રોકડ સહિત ૪૮,૯૧૦ના મુદામાલ સાથે પકડી પાડી ત્રણેય સામે આટકોટ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.પકડાયેલ ઉકત ત્રણેય શખ્સો આ ગાંજાનો જથ્થો સુરતથી લાવી રાજકોટના જંગલેશ્વરના કોઈ શખ્સને દેવા જતા હોવાથી કબુલાત આપી હતી. પકડાયેલ ત્રણેય ગાંજાના બંધાણી અને બે શખ્સો અગાઉ પ્રોહીબીશનના ગુન્હામાં પકડાઈ ગયા છે. પકડાયેલ ત્રણેય શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે. વધુ તપાસ રૂરલ એસઓજીના પીએસઆઈ હિતેન્દ્રસિંહ એમ. રાણા ચલાવી રહ્યા છે.