રાજપીપળા સંતોષ ચોકડી પાસે રૂ.૩,૪૨,૫૦૦ના પ્રોહી.ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી LCB નર્મદા

નર્મદા પોલીસ વડા હિમકર સિંહએ જીલ્લા માંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા સુચનાનાં આપતા એ.એમ. પટેલ,પો.ઇન્સ. એલ. સી.બી.દ્વારા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા લોકો ઉપર વોચ રાખવા જણાવતા મળેલી બાતમી મુજબ એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નં.GJ.22-0-2596 માં વિદેશી દારૂ ભરી ભાણદ્રા તરફથી રાજપીપળા તરફ આવવા નિકળેલ છે જે બાતમી ના આધારે વોચમાં વડીયા જકાતનાકા પાસે નાકાબંધીમાં હતા દરમ્યાન આ બોલેરો ગાડી આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડી ઉભી ન રાખી રાજપીપળા ટાઉન તરફ ભાગવા લાગતા તેનો પીછો કરતા ગાડીને સંતોષ ચોકડી પાસે ઝડપી તપાસ કરતા ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ -૩૭૦ કિ.રૂ. ૩૭,૦૦૦ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૫,૫૦૦ તથા બોલેરો પીકઅપ ગાડી -૧ કિ.રૂ. ૩,૦૦, ૦૦૦ ના મુદામાલ સાથે વિજયભાઇ માનસિગભાઇ વસાવા(રહે. ધીરખાડી,ખાપરા ફળીયુ તા.ગરૂડેશ્વર જી. નર્મદા)ને પકડી વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર અન્ય આરોપી ( ૧ ) સામસીંગ(રહે.નિચલી માથાસર તા.ડેડીયાપાડા જી.નર્મદા) ( ૨ ) ગુરૂજીભાઇ( રહે.નિચલી માથાસર તા. ડેડીયાપાડા જી.નર્મદા ) ( ૩ ) શીવાભાઇ શનુભાઇ વસાવા (રહે.મોતીબાગ તા.નાંદોદ જી.નર્મદા )( ૫ ) શૈલેષભાઇ ઉતરીયાભાઇ વસાવા (રહે.ધીરખાડી, ખાપરા ફળીયુ, તા.ગરૂડેશ્વર જી.નર્મદા) ને વોન્ટેડ જાહેર કરી રાજપીપળા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.