દયાપર પેટા તિજોરી કચેરીનું સ્થળાંતર

પેટા તિજોરી કચેરી દયાપરનું જુની જગ્યાએથી  તા.૧/૮/૨૦૨૦થી નવી જગ્યા ખાનમામદ ઓસમાન નોતિયારનું મકાન શેરી નં.૨ માં તાલુકા પંચાયતની ઉતર બાજુએ મુ.દયાપર તાલુકો લખપત ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે. કચેરીના લેન્ડ લાઇન ટેલીફોન નં.૦૨૮૩૯-૨૩૩૩૦૯ છે. પેટા તિજોરી કચેરી દયાપરનું નવી જગ્યાએ સ્થળાંતર થતાં હવે પછી તમામ અરજદારોએ અને સરકારી કચેરીઓએ નવી જગ્યાએ સંપર્ક સાધવા દયાપર પેટા તિજોરી અધિકારીશ્રી પી.એસ.ચૌહાણ દ્વારા જણાવાયું છે.