ભેંસાણ પંથકમાં દારૂની ૧૧૪ બોટલ સાથે છ ઝડપાયા

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમશેટ્ટીની દારૂબંધી તથા જુગારબંધી અંગેની સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા અનુસંધાને ભેંસાણ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અત્રેના પો. હેડ કોન્સ. બળવંતસિંહ નાથાભાઇ તથા રમેશભાઇ લખમણભાઇ નાઓને મળેલ હકિકત આધારે રેઇડ કરતા દારૂની કુલ બોટલ નંગ-૯૬ સાથે (૧) હિતેન નાથાભાઇ મકવાણા કુંભાર, ઉ.વ.ર૬ રહે. છોડવડી (ર) રાજેશ ચીમનભાઇ વાજા, વાણંદ, ઉ.વ.૩ર, રહે. ભેસાણ, અક્ષરધામ સોસાયટી, (૩) પ્રવિણ ગોવિંદભાઇ અમૃતીયા પટેલ (ઉ.વ.૪૦) રહે. પરબવાવડી (૪) જેનીશ મુકેશભાઇ ઉસદડ પટેલ (ઉ.વ.ર૦) રહે. રાણપુર (પ) હાજર નહી મળી આવનાર લાલભાઇ ઓધડભાઇ વાળા રહે. ઉમરાળા (૬) હાજર નહીં મળી આવનાર મુન્નાભાઇ બાલાભાઇ ગોંડલીયા રહે. પરબવાવડીનેેે રૂ. કિ. ૩૮,૪૦૦/- તથા મો. ફોન નંગ -૬ કિ. રૂ. ર૬,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૬૪,૪૦૦ સાથે પકડેલ છે.

આ ઉપરાંત (૧) અલ્પેશ ઉર્ફે લાલો ગીરધરભાઇ રાદડીયા પટેલ (ઉ.વ.૩૩) રહે. ચણાકા (ર) મહેશ મોહનભાઇ બગડા, અ.જા. ઉ.વ.ર૮ ચણાકા (૩) હાજર નહી મળી આવનાર રવિરાજ ઉર્ફે લાલો દીલુભાઇ વાળા રહે. મોટા કોટડાને નાઇટ બ્લુ મેટ્રો લીકર બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૮ કિ. રૂ. ૭,ર૦૦/- સાથે પકડેલ છે.

પો. સબ. ઇન્સ. એ.ડી. વાળા તથા પોલીસ કોન્સ. કલ્પેશભાઇ રામદેભાઇ કનકસિંહ, રેવતુભાઇ જીદ્રેશભાઇ મૈસુરભાઇ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.