હારિજમાં ઇકો સ્પોટ કારની ટક્કરે બે યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત

હારિજ મહેસાણા રોડ ખાતે આવેલ અંબેશ્વર સોસાયટીના રહીશ બે યુવાનો અને એક સાયકલ સવાર યુવાનને કાર ચાલકે અડફેટે લેતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં જ્યારે એક યુવાનને ઞંભીર ઇજા ઇજાગ્રસ્તગ હરેશ પ્રજાપતિ વધુ સારવાર અર્થે જનતા હૉસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ગત રાત્રે ભોજન લઇ હાઇવે પર ચાલવા નીકળેલા વાઘેલા મિતરાજસિહ ભરતસિહ (ઉ.વર્ષ ૧૭) અને હરેશકુમાર અમરતભાઇ પ્રજાપતિ (ઉ.26) તેમજ દાતરવાડા ઞામના સાયકલ સવાર ઉદાજી નાથાજી ઠાકોરને ચાણસ્મા તરફથી પુર ઝડપે રોંગ સાઇડે આવતી પોલીસ નેમ પ્લેટ લખેલી GJ-02-BH-6766 નંબરની ઇકો સ્પોટ કારે યુવાનોને ટકકર મારતાં મિતરાજસિહ ભરતસિહ વાઘેલા (અંબેસ્વર સોસાયટી હારિજ) અને સાયકલ સવાર દાતરવાડા ગામના ઉદાજી નાથાજી ઠાકોર (ઉ.42)નું ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા.

જ્યારે હરેશકુમાર અમરાતભાઈ પ્રજાપતિને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ જનતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ઇકો ઞાડી ચાલક ડ્રાઇવર અને અંદર બેઠેલા એક શખ્સને એરબેગ ખુલી જતાં કોઈ ઇજાઓ થઈ નહોતી.

મહેસાણા રાધનપુર હાઇવે રોડ હારીજ શહેરી વિસ્તારમાં અવાર નવાર અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ નાગરીકો ભોગ બનતા અટકાવવા શહેરી વિસ્તારમાં બમ્પ મુકવામાં આવે અને હારિજ હાઇવે ચાર રસ્તા ઉપર સર્કલ બનાવવાની નગરજનોમાં ભારે માગ ઉઠવા પામી છે.