ભારત મુક્તિ મોર્ચા દ્વારા મુસ્લિમ લો બોર્ડના સેક્રેટરી શ્રી વિરુદ્ધ ખોટી FIR દર્જ કરવામાં આવી છે તે અંગે જલ્દીથી કાયદેસરના પગલાં લેવા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.
કેટલાક દિવસોથી બહુજન સમાજના ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 500 જેટલા જીલ્લામાં તમામ જગ્યાએ ભારત મુક્તિ મોર્ચાના એક નેકી આગેવાન સજ્જત નુમાની સાહેબ પર RSS ના કહેવાથી કરાયેલ ખોટી F.I.R ને રદ કરવા ધરણાંનો કાર્યક્રમ રાખેલ છે. જે અંતર્ગત બહુજન સમાજ ભારત મુક્તિ મોર્ચાના સભ્યો દ્વારા કલેક્ટરશ્રીને મુસ્લિમી પર્સનલ લો બોર્ડના સેક્રેટરી સાહેબશ્રી સજ્જ્ત નુમાની સાહેબ વિરુદ્ધની ખોટી F.I.R દર્જ કરાવનાર વિરુદ્ધ પગલાં લેવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. લુખ્ખા તત્વો હટાવી સર્વધર્મ સમભાવના સિદ્ધાંત પર કાર્ય કરતાં આ સજ્જ્ત નુમાની સાહેબ ને ન્યાય માટે પૂરુ બહુજન સમાજ અવાજ બુલંદ કરી ઊભું રહ્યું છે. બહુજન સમાજની આ આવેદન વતી કલેક્ટરશ્રીને માંગ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.