કચ્છના એકમાત્ર ઐતિહાસિક ગ્રાઉન્ડ જ્યુબિલી ગ્રાઉન્ડની હાલત કફોડી ગ્રાઉન્ડને સ્ટેડિયમ બનાવવામાં આવે અને બધીજ સવલતો ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

કચ્છનું એકમાત્ર ઐતિહાસિક ગ્રાઉન્ડ કે જે ભુજ મધ્યે આવેલું છે. ભુજની મધ્યમાં અને હદયસમું કહી શકાય એવું ભુજનું જ્યુબિલી ગ્રાઉન્ડ અને એમ પણ કહી શકાય કે કચ્છનો એક પણ એવો ક્રિકેટર નહીં હોય કે જે આ ગ્રાઉન્ડમાં નહીં રમ્યો હોય અને હાલના સમયમાં આ ગ્રાઉન્ડને અંદર જઈને જોવામાં આવે તો ગ્રાઉન્ડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની દેખરેખ રાખવામાં નથી આવતી, આ ગ્રાઉન્ડ એ જાહેર મૂતરડી બની ગયું છે. અને અંદર એટલા કચરા ઢગલા અને બાવળીયા થઈ ગયા છે. અને મુખ્ય વાત તો એ કે પ્રેવેલિયન બનાવવામાં આવ્યું તું એ પણ તૂટી ગયું છે. આમ તેની જાળવણી કરવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ને સોંપવામાં આવી છે. તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. નામદાર મહારાશ્રી દ્વારા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ને માન્યતા મળે એ માટે પહેલાના સમયમાં ગ્રાઉન્ડની ભેટ આપવામાં આવી હતી. તેમ છતાં પણ શાળાના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરાતી આમ અગ્રણી દ્વારા એવા આક્ષેપો ઉઠવા પામ્યા હતા. કે શા માટે જ્યુબિલી ગ્રાઉન્ડને સ્ટેડિયમ બનાવવામાં નથી આવતું શા માટે તેમાં કોઈ સવલત ઉભી કરવામાં નથી આવતી. ફક્ત ચૂંટણી સમયે જ નેતાને ગ્રાઉન્ડની યાદ આવતી રહે છે. પરંતુ આ બાબતને સાંભળતા વર્ષો વીતી ગયા છતાં ગ્રાઉન્ડની હાલત એ જ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *