રાપર ભચાઉ તાલુકા મા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચુંટણી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાપર: આગામી રવિવારે યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી ને અનુલક્ષીને તંત્ર એ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તાલમેલ સાધી ને નિષ્પક્ષ રીતે થાય તે માટે પગલાં લીધા છે રાપર તાલુકા મા 188 મતદાન મથકો પર મતદાન નિષ્પક્ષ રીતે થાય તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ની સુચના થી રાપર ખાતે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા ને રાપર તાલુકા મા ઈન્ચાર્જ તરીકે ફરજ સોંપવામાં આવી છે તો ભચાઉ તાલુકામાં ગાંધીધામ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી. આર પટેલ ને ફરજ સોંપવામાં આવી છે આ બન્ને તાલુકા મા ચુંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે થાય અને નિસ્પક્ષ રીતે યોજાય તે માટે પોલીસ હોમગાડઁ જીઆરડી રેલવે પોલીસ સહિત નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે રાપર તાલુકામાં રાપર સીપીઆઇ ડી. એમ ઝાલા. રાપર પી. આઇ. જે. એચ. ગઢવી સહિત ના રાપર બાલાસર આડેસર સહિત ના પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે તો ભચાઉમાં પી. આઇ. એસ. એન. કરંગીયા સામખીયારી પીએસઆઇ વી. જી લાંબરીયા લાકડીયા પીઆઇ કે. એન. સોલંકી સહિત નો પોલીસ હોમગાડઁ એસ. આર. પી. સહિત નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે ભચાઉ તાલુકાના 147 મતદાન મથકો પર મતદાન નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય તે માટે ભચાઉ મામલતદાર ભગીરથસિંહ ઝાલા તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોડીયાતર સહિત નો વહિવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે