રાપર તાલુકા મા ચુંટણી માટે મતદાન માટે સ્ટાફ રવાના કરવામાં આવ્યો

રાપર: આવતી કાલે યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને આજે રાપર ખાતે મોર્ડન સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા અલાયદી વ્યવસ્થા અંતર્ગત આજે રાપર તાલુકા ના ચુંટણી અધિકારી કિરણસિંહ વાધેલા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી રાઠવા નાયબ મામલતદાર મહેશ ઠક્કર સામતભાઇ મકવાણા નિકુલસિંહ વાધેલા વિપુલ જાડેજા ડી. પી રાઠોડ એટીડીઓ જીગ્નેશ પરમાર વસંતભાઈ પરમાર નરેશ ચૌધરી વિપુલ ચૌધરી પ્રભુ ભાઈ સામળીયા આશિફ ચૌધરી વિગેરે અધિકારીઓ અને કર્મચારીઓ એ આજે રાપર તાલુકા ના 188 બુથો પર 25 રુટ દ્વારા 1035 ને 25 એસ.ટી દ્વારા રવાના કરવામાં આવ્યા હતા આજે એક બુથ પર પાંચ કર્મચારીઓ અને ચાર સુરક્ષા કર્મચારીઓ ની ફાળવણી કરવામાં આવી હતી આ અંગે ચુંટણી અધિકારી કરણસિંહ વાધેલા ના જણાવ્યા મુજબ રાપર તાલુકા મા યોજાનારી પાંચ જિલ્લા પંચાયત અને ચોવીસ તાલુકા પંચાયત ની ચૂંટણી મા નિસ્પક્ષ રીતે મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આમ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા ચુંટણી માટે કડક પગલાં લેવા મા આવ્યા હતા