શ્રી રામદેવજી મહારાજની 666મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી રામદેવજી મહારાજની 666 મી જન્મજયંતિ નિમિતે અગાઉ દર વર્ષોની જેમ રામદેવજી મહારાજના પ્રેમાળ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભુજના મુખ્ય મુખ્ય માર્ગો પરથી આ શોભાયાત્રા પસાર થઈ હતી. તેમાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ શોભાયાત્રાની બપોરે પૂર્ણાહુતિ બાદ ભાવિક-ભક્તો માટે બપોરે સમુહૂ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ત્યાં ત્યાર બાદ સંધ્યાકાળે રાસ-ગરબાનું પણ આયોજન રાખેલ હતું. આ જન્મજયંતિના કાર્યક્રમના ભાગ રૂપે મહાન સાધુ-સંતો તથા રાજકીય કાર્યકરોના સન્માનનું પણ કાર્યક્રમ રાખેલ અહીં સંધ્યાએ મહાઆરતી કરી ઈસ્ટદેવશ્રી રામદેવજી મહારાજને ભાવિકોએ અત્યંત પ્રેમાળ ભાવ વ્યક્ત કર્યો હતો. આ શોભાયાત્રા શરૂઆત શ્રી રામદેવપીર મંદિરથી સવારે 8 વાગે કરેલ શ્રી રામદેવપીરના મંદિરથી મંગલમ ચાર રસ્તા અને ત્યાંથી આંબેડકર સર્કલ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હારારોપણ કરી ત્યાર બાદ જ્યુબીલ સર્કલ જેવા કેટલાય સ્થ્ળોથી પસાર થઈ છેલ્લે શ્રી રામદેવપીર મહારાજના મંદિરે પૂર્ણાહુતિ કરાઇ.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *