ભુજ શેર ખાતે અનેક વાટાઘાટો અને અરજીઓ બાદ અંતે તંત્રની અનઅધિકૃત બાંદકામ અંગે આંખ ઉઘડી,ભુજની પાવર પ્લસ ફિટનેસ જીમને સીલ કરાઇ.
ભુજમાં આવેલી પાવર પ્લસ ફિટનેસ જીમ અંગે અનેક પ્રશ્નો ઉઠયા હતા કે તેનું બાંધકામ અનઅધિકૃત રીતે કરવામાં આવ્યું છે તેવામાં જ જીમને ભાડા દ્વારા સીલ કરવામાં આવી. જીમના માલિકોને અનેકવાર નોટિસ ફટકારવામાં આવી હતી અને સુનવણી કરવામાં આવી હતી કે તેઓ પાસે કોઈ સરકારી ઓથોરીટીના પત્રો હોય તો તે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું પણ તેઓ દ્વારા કોઈ જ પ્રત્યુતર ન અપાતા આખરે તેને તાળા મારવામાં આવ્યા. અને આ સાથે જ ભાળા દ્વારા તોડવા માટેની આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હજુ પણ ભાડાને જે અનઅધિકૃત બાંધકામ અંગેની ફરિયાદો મળેલી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આમ, તંત્ર ગેરકાયદેસર બાંધકામ અંગે આખરે સજાગ બન્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.