રાજસ્થાનથી અપહરણ થયેલ બાળકને તેના વાલીવારસ સાથે મિલાપ કરાવતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાનાનો તરફથી ગુમ અપહરણ બાળકો તથા માણસો શોધવા સારૂ સુચના હોઈ જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન.કરંગીયા તથા પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

દરમ્યાન ભચાઉ-ભુજ રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે એક બાળક ગભરાયેલી હાલતમાં દોડીને આવતું જોવા મળતા તેને ઉભું રખાવી પૂછપરછ કરતાં પોતાનું નામ કેશવ રાજબીહારી વૈદટીકારામ શર્મા (બ્રાહ્મણ )( ઉ.વ.૧૬ ) ( રહે પંડોકા મહીલા નિવાઈ જી. ટોક રાજસ્થાન હાલ રહે પ્રતાપનગર જયપુર રાજસ્થાન વાળો હોવાનું અને પ્રતાપનગર સાંગાનેર જયપુર ખાતેથી મોઢા ઉપર કપડું રાખી ગાડીમાં નાખી અપહરણ કરેલ વિગેરે હકિકત જણાવેત જે આધારે પ્રતાપગઢ રાજસ્થાન ખાતે તપાસ કરાવતા જયપુર સીટી (પુર્વ જીલ્લાના પ્રતાપનગર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.ન,0139 /2021 આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધાયેલ અને તેના વાલી વારસનો સંપર્ક કરી ભચાઉ પોલીસ સ્ટેશન બોલાવી સગીર વયના બાળકને તેના વાલીવારસને સોંપેલ છે

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એન.કરંગીયા તથા પો.હે કી. સરતાણભાઈ પટૅલ તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સેબલ સુરેશભાઈ પીઠીયા તથા અશોકજી ઠાકોર તથા નારણભાઈ આસલનાઓએ સાથે રહી કરવામાં આવેલ હતી