રાપર તાલુકા મા કોવિડ-19 વેકશિન નો બીજો રાઉન્ડ શરૂ
હાલ કોવિડ 19 ના કહેર ને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 વેકશિન આપવા મા આવી રહી છે ત્યારે રાપર તાલુકા મા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સરકાર ના જુદા જુદા વિભાગો જેમ કે આરોગ્ય. શિક્ષણ. પોલીસ મહેસુલ વિભાગ. તાલુકા પંચાયત સહિત ના લગભગ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ને સ્વદેશી વેક્સિન નો પ્રથમ ડોઝ આપવા મા આવી ગયો છે ત્યારે આ વેકશિન આપવા મા બીજો રાઉન્ડ શરૂ કરવા મા આવ્યો છે અને સાઈઠ વર્ષ ના બુઝર્ગો ને સ્વદેશી વેક્સિન આપવા મા આવી રહી છે ત્યારે આજે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જીઆરડી હોમગાડઁ અને મહેસુલ પંચાયત શિક્ષણ સહિત ના જુદા જુદા વોરિયર્સ ને સ્વદેશી વેક્સિન નો બીજો ડોઝ આપવા ની રાપર તાલુકા હેલ્થ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલ છે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો કેતન સોલંકી અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ. ડો. નિલમ આહિર. તેજલ બેન ઉપાધ્યાય વેણુ બેન વડવાઈ સરસ્વતી બેન વસૈયા વિગેરે વેક્સિન આપવા માટે ની કામગીરી હાથ ધરી હતી