રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટલ મતો ની ગણતરી શરૂ કરવા મા આવી હતી

રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટલ મતો ની ગણતરી શરૂ કરવા મા આવી હતી સવારે નવ વાગ્યે રાપર ખાતે આવેલી મોડર્ન સ્કૂલ ખાતે શરૂ કરવામાં આવી હતી રાપર તાલુકા ના ચુંટણી અધિકારી કિરણસિંહ વાધેલા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા નાયબ મામલતદાર મહેશ ઠક્કર આંકડા અધિકારી ડી જે ચાવડા ચુંટણી માટે મુકાયેલા ડી. પી રાઠોડ નાયબ મામલતદાર સામતભાઇ મકવાણા નિકુલસિંહ વાધેલા વિપુલ સિંહ જાડેજા વસંતભાઈ પરમાર નરેશ ચૌધરી વિપુલ ચૌધરી હરેશ પરમાર લાલાભાઈ આહિર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ની ઉપસ્થિતમા બેલેટ પેપર દ્વારા મતદાન થયું હતું. તેની ગણતરી શરૂ કરવામા આવી હતી ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત નાયબ પોલીસ અધિક્ષક કે જી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. ગઢવી રાપર સીપીઆઇ ડી. એમ ઝાલા આડેસર પીએસઆઇ વાય. કે. ગોહિલ બાલાસર પીએસઆઇ બી. જે. પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ એસઆરપી જવાનો એ બંદોબસ્ત જાળવ્યો હતો આજે સવારે શરૂ કરી કરવામાં આવેલ મતગણતરી માં શાંતિ પૂર્ણ માહોલ જોવા મળ્યો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા તો કોગ્રેસ દ્વારા ભીમાસર ભુટકીયા જિલ્લા પંચાયત ની બેઠક માટે ત્રણ ઈવીએમ મા ગરબડ થઈ છે તે અંગે મતગણતરી રોકાવી હતી અને આ બેઠક નું પરિણામ છેક સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું તો રવ મોટી બેઠક માટે પણ કોગ્રેસ દ્વારા વાંધા અરજી આપવા મા આવી હતી રાપર તાલુકા પંચાયત ની ભાજપ 21 અને કોગ્રેસ 3 બેઠકો પર વિજય મેળવ્યો હતો તો તમામ પાંચ જિલ્લા પંચાયત ની બેઠકો પર ભાજપ વિજયી બન્યું હતું આજે યોજાયેલી મતગણતરી સમય અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જયારે હાર ભાળી ગયેલા અનેક કોગ્રેસ ના આગેવાનો કોઈ જોવા મળ્યા ના હતામતગણતરી સમયે ભાજપના આગેવાનો કેશુભા વાધેલા નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર ભગાભાઇ આહિર પ્રદિપસિંહ સોઢા રાજુભાઈ ચૌધરી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જયારે કોગ્રેસ ના આગેવાનો કાંતિલાલ ઠક્કર અજીતસિંહ પરમાર રમેશ ચાવડા બહાદુરસિંહ પરમાર સહિત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભાજપના માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા નશાભાઈ દૈયા ડોલરરાય ગોર કેશુભા વાધેલા સહિત ઉમેશ સોની મેહુલ જોશી લાલજી કારોત્રાવ ઉપસ્થિત રહ્યા તો રાપર તાલુકા પંચાયત માટે બેલેટ પેપર થી કરવામાં આવેલ મતો મા કુલ 41 મત જેમાં 32 રદ્દ 9 માન્ય ભાજપ 5 કોગ્રેસ 4 મતો મળ્યા તો જીલ્લા પંચાયત માટે કુલ 42 બેલેટ પેપર માંથી 24 માન્ય 18 રદ્દ કોગ્રેસ 11ભાજપ 12 નોટા 1 આમ સરકારી કર્મચારીઓ ના બેલેટ પેપર દ્વારા મતદાન થયું હતું તે ગણતરી પુરી થઇ