સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન
પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર આલોક કંશલ મુંબઇ દ્વારા સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને ઇન્સ્પેકશન કરવામાં આવેલ. રાજકોટ રેલ્વે ડીવીઝનના ડીઆરએમ પરમેશ્વર ફુંકવાણ ત્થા તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહેલ. જનરલ મેનેજર આલોક કંશલ ત્થા સ્ટાફ સાથે મુંબઇથી સ્પેશ્યલ ઇન્સ્પેકશન ૧૮ બોગી (ડબ્બા) ની ટ્રેન લઇને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકશન કરેલ તેમજ રાજકોટ ડીવીઝન ટીઆરડી હેન્ડ બુકનું જી. એમ. દ્વારા પુસ્તીકા વિમોચન કરવામાં આવેલ. રમત ગમત ગ્રાઉન્ડમાં વોલીબોલ, બેટમીન્ટન સ્કોડનું તકતી અનિવરણ કરી ખુલ્લું મુકવામાં આવેલ. રેલ્વે ઇલેકટ્રીક ૬૬-રપ કેવી સબ સ્ટેશન નિરીક્ષણ કર્યુ હતું. બાજુમાં રેલ્વે કર્મચારી માટે નવા બનાવેલ ફલેટનું કેક કાપી ઉદઘાટન કરેલ. તેમજ ફલેટના ખુલ્લા કમ્પાઉન્ટમાં જી. એમ. આલોક કંશલ સહિતના રાજકોટ ડીઆરએમ ત્થા અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું.