ભુજ શહેરની સેવાકીય પ્રવૃત્તિઓમય સમિતિઓએ રવિવારની રજા ગૌવંશજોને જોડે કરી મજા

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ તથા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સમિતિના સંયુક્ત ઉપક્રમે વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર પાંગળાપોળ ખાતે ૯૫૭૬ ગૌવંશજોને ૧૨,૦૦૦ કિલો પતાઈ ગાજર સાથે લીલો રંજકો અને ૨૫૦ કિલો ભૂંસો મિક્સ સૂકી કડબનો વતરો આ બન્ને સમિતિના સભ્યો જોડે સ્થાનિક પાંગળાપોળનાં ગૌપાલકોની જહેમત દ્વારા નિરણ કાર્ય સંપન્ન કરવામાં આવેલ હતું અને રસ્તે આવતાં ઓવરબ્રીજ પાસે ચકલીઓ અને કબૂતરોને ત્રીસ કીલો બાજરાનું ચણ નિરણ કરાવતાં કરાવતાં રસ્તે રઝળપાટ કરતાં દુર્ગમ વિસ્તારનાં શ્વાનોને બાજરાના રોટલાઓ અને ઘઉંની રોટલીઓનું નિરણ કરાવી પરોપકારી પ્રવૃત્તિમાં રવિવારની રજાનો સદુપયોગ કરીને મજા માણી હતી.