રાપર ખાતે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજે વિશ્ર્વ મહિલા દિવસ ની ઉજવણી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે કરવામાં આવી હતી જેમાં રાપર શહેરમાં આવેલી એક માત્ર કન્યા વિદ્યાલય સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે આચાર્ય શ્રીમતી પી. એ. ગૌસ્વામી ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલા શિક્ષકો અનુક્રમે નિતાબેન પટેલ. દિનાબેન સોલંકી અમૃતા બેન ઝરીયા ભાવનાબેન પટેલ અવનીબેન જોશી ગંગા બેન દેસાઈ નિતાબેન આર પટેલ મિતલબેધ વાધેલા અલ્પાબેન વિરાણી સહિત વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય શ્રી મતિ ગૌસ્વામી એ આજે મહિલા દિવસ નિમિત્તે મહિલા એક દિકરી એક પત્ની એક મા સહિત ની વિવિધ ફરજ અદા કરે છે મહિલા આજે પુરુષ સમોવડી બની ગઈ છે એક દિકરી બે ઘર ની જવાબદારી ઉપાડી શકે છે મહિલા મા બેન ભાભી ફોઈ મામી નાની દાદી સહિત ની ફરજ અદા કરી કૌટુંબિક ભાવનાને ઉજાગર કરે છે આજે ધણી મહિલાઓ આઈએએસ ઓફિસર આઇપીએસ ઓફિસર તેમજ સરકારી વિભાગો ના લગભગ વિભાગ મા ફરજ બજાવી રહી છે અને પુરુષ સમોવડી બની ગઈ ફરજ બજાવી રહી છે તો શાળા ની વિધાર્થીનીઓ ભારતી આર આહિર એ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પોતાનું વ્યક્ત આપ્યું હતું સરસ્વતી કન્યા વિદ્યાલય ઉપરાંત રાપર નગર મા મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા હેતલ બેન માલી કાનીબેન પિરાણા નર્મદા બેન સોલંકી લક્ષ્મી બેન ગૌસ્વામી ડો. નિલમ આહિર આઇસીડીએસ ના હેતલ પટેલ ભાવના પ્રજાપતિ વિસ્તરણ અધિકારી શિલાબેન બારીયા સ્મિતાબેન પ્રજાપતિ લક્ષ્મી બેન મહેતા વિગેરે ઉપસ્થિત રહી મહિલા દિવસ ની ઉજવણી મા ભાગ લીધો હતો