વોન્ધ મધ્યે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ની ઉજવણી કરાઈ.
આજ રોજ 8 મી માર્ચે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ હોઈ એની ઉજવણી અંતર્ગત ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ ના માર્ગદર્શન થી વોન્ધ આંગણવાડી કેન્દ્ર માં જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવેલ.
જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, સ્ત્રી -પુરુષ નું જાતીય દર, પી.એન.ડી.ટી એકટ, આરોગ્ય ની યોજના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, 108, ખિલખિલાટ, કસ્તુરબા પોષણ સહાય યોજના, માતૃ વંદના યોજના, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, મા કાર્ડ, આર.કે.એસ.કે, રસીકરણ વગેરે યોજનાઓ ની સમજ આપી મહિલાઓ ને આ યોજના નો લાભ લેવા સમજ અપાયેલ.સાથે કોવીડ 19 રસીકરણ વડીલો ને કરાવવા માટે જણાવેલ.
આ કાર્યક્રમ માં ગામ ની બહેનો , કિશોરીઓ અને પિયર એજ્યુકેટરે બહોળા પ્રમાણ માં હાજરી આપી.
આ કાર્યક્રમ વોન્ધ ગામ ના સરપંચ શ્રીમતી રાજીબેન કાનજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં સ્ત્રી શસક્તિકરણ અને સરકારશ્રી ની યોજનાકિય માહિતી તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી, એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરણકુમાર, દિશા સુથાર , સી એચ ઓ ઈશ્વર મકવાણા , આરોગ્ય કાર્યકર ગીતાબેન આહિર , દેવરખી ભાટિયા એ આપેલ. સંચાલન આંગણવાડી વર્કર મનીષાબેન ફરિયા, ક્રિષ્નાબેન પંડ્યા એ કરેલ.
વોન્ધ ના તમામ આંગણવાડી વર્કર, હેલ્પર અને આશાબેનો એ સહકાર આપેલ.