લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં એકાએક આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ઈકકો કાર ચાલક લીંબડી થી શિયાણી તરફ જઈ રહ્યા હતા ત્યારે એકાએક કારમાં આગ લાગતાં ઈકકો કાર સળગીને ખાખ થઈ હતી ત્યારે સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી કારમાં આગ લાગવાનું કારણ સોટ સર્કીટ થતાં થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કાર માં આગ લાગતાં તાત્કાલિક અસરથી લીંબડી નગરપાલિકાનુ ફાયર ફાઈટર આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે કારમાં આગ લાગતાં ફિદાઈ બાગ સોસાયટી સહિતના આજુબાજુ વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા