ભોજવા ગામ પાસે સરસવ તેલ ભરેલ ટેન્કરે પલ્ટી ખાધી
વિરમગામ માંડલ રોડ પર ભોજવા ગામ પાસે ઘણા સમયથી ઓવર બ્રીજનું કામ ચાલે છે ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર દ્વારા આવવા જવા માટે ફક્ત એક નાનકડો રસ્તો બનાવતા દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જયારે સામ સામા બે વાહનો આવી જતા રસ્તો નાનો હોવાના કારણે રાધનપુર થી નીકળી વાલિયા ગોદરેજ તરફ જતું સરસવતેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાય ગયું હતું જેને લઇને આજુ બાજુ સ્થાનિક લોકો દ્વારા સરસવ તેલ લેવા માટે પડાપડી કરી હતી સદનસીબે ટેન્કર ચાલક કંડકટર નો આબાદ બચાવ થયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના કારણે ટેન્કર પલ્ટી ખાધી હતી.