અમદાવાદમાં વિદેશી સિગરેટનું કૌભાંડ ઝડપાયું : ગ્રામ્ય SOGએ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી સિગારેટનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજીને મળી હતી. જેના આધારે ગ્રામ્ય એસઓજી દ્વારા તપાસનો તખ્તો તૈયાર કરી અજય સિંહ રાજપુત નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે
આરોપી પાસેથી પ્રતિબંધિત વિદેશી અલગ-અલગ 12 પ્રકારની સિગારેટ ના પેકેટ મળી આવ્યા છે. જેના આધારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી પ્રતિબંધિત વિદેશી સિગારેટ નો જથ્થો ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચતો હતો તે જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.
બીજી તરફ પ્રતિબંધિત વિદેશી સિગરેટના યંત્રમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે તે જાણવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો ગ્રામ્ય એસઓજી દ્વારા અજય સિંહ રાજપૂતની ધરપકડ કરી પ્રતિબંધિત વિદેશી સિગરેટ નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના યુવાધનને બરબાદી તરફ લઈ જતો કેફી અને નશીલા પદાર્થોનો કારોબાર બંધ કરાવવા પોલીસે સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પણ ગેરકાયદેસર વેચાતી ચીજવસ્તુઓને રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.