કોલકતાની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ: 9 લોકોના મોત


રેલવેની કચેરી ધરાવતી કોલકતાની બહુમાળી ઈમારતના 12 માં તથા 13 મા માળે ભયાનક આગ ભભૂકી ઉઠતા 9 લોકોના મોત નિપજયા હતા. નાસભાગ તથા અંધાધુંધી સર્જાતા રેલ્વેની ઓનલાઈન બુકીંગ સહીતની કામગીરીને અસર થઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનરજી ઘટનાસ્થળે દોડી ગયા હતા. વડાપ્રધાન મોદીએ મૃતકો માટે વચગાળાની બે લાખની સહાય જાહેર કરી હતી. કોલકતાનાં સ્ટ્રાંડ રોડ ઉપર આવેલ ન્યુ કોલાઘાટ બિલ્ડીંગ નામક બહુમાળી ઈમારતનાં 12 અને 13 માં માળે ભીષણ આગ ભભૂકી હતી. આ માળ પર રેલવેની ઓફીસ છે.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં 15 ફાયર ફાઈટરો પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ મોડી રાત્રે આગ કાબુમાં આવી શકી હતી. આ અગ્નિકાંડમાં 9 લોકોના મોત નીપજયા હતા. તેમાં ચાર ફાયરબ્રિગેડના જવાનો એક રેલવે પોલીસનાં જવાન, એક એએસઆઈ તથા એક અન્ય વ્યકિતનો સતાવેશ થાય છે.