આડેસર પોલીસ સ્ટેશન દ્વારા ૩રમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિક અવરનેશ સેમિનાર નુ આયોજન કરી લોકલ ટ્રાન્સપોર્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યુ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સા. ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પા.ઇ.શ્રી એમ.એમ.જાડેજા સા. રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં નેશનલ હાઇવે રોડ ઉપર બનતા વાહન અકસ્માતો ધટાડવા સારૂ આજરોજ આડેસર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવરનેશ સેમિનાર યોજવામાં આવેલ.જે કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી વિભાગ,ગાંધીનગરના વિષય નિષ્ણાંત શ્રી અમિતભાઇ ખત્રી તથા આડેસર પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી.વાય.કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી.જી.એ.ઘોરી તથા આડેસર ગામના સરપંચશ્રી ભગાભાઇ આહિર તથા લોકલ ટ્રાન્સપોર્ટર તથા જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ, પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ આડેસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ. ટ્રાફિક અવરનેશ સેમિનારના મુખ્ય ઉદ્દેશો વર્તમાન અને આવનારા સમયમાં સરકારશ્રી તરફથી વાહન વ્યવહાર બાબતે ટેકનોલોજીનો જે ઉપયોગ થઇ રહેલ છે તે વિશે જાણકારી આપી તેના ઉપયોગ થકી અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય અને ટ્રાન્સપોટેશન બિઝનેશ વધુ કેવી રીતે સારી અને સલામતી થી કરી શકાય તે બાબતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી વિભાગ,ગાંધીનગરના વિષય નિષ્ણાંત શ્રી અમિત ખત્રી તરફથી માર્ગદર્શન આપવામાં આવેલ.સદર પ્રસંગે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ સાહેબે હાજર તમામ ટ્રાન્સપોર્ટર ભાઇઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી સદર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં અકસ્માત ઘટાડવાના પ્રયાસો કરવા અપિલ કરી અને માર્ગ સલામતીના શપથ લેવડાવવામા આવ્યા.સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આડેસર ગ્રામ પંચાયતના પ્રથમ નાગરીક તરીકે શ્રી ભગાભાઇ આહિર નાઓએ ઉપસ્થિત રહેલ તમામ ટ્રાન્સપોર્ટર મિત્રોને સદર કાર્યક્રમની રૂપરેખા મુજબ સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરેલ.