પ્રોહિબિશનના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ર૧૦૦૨ર૬/ર૦૨૧ પ્રોહિ ક.૬૫(એ)(ઇ) વિ. મુજબના ગુન્હા કામેનો નાસતો ફરતો આરોપી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. મોટી ખેડોઇ તા.અંજાર વાળો ગામમા આવેલ હોવાની ચોક્કસ હકીકત આધારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કરવા આરોપીને રાઉન્ડ અપ કરેલ છે.
પકડાયેલ આરોપી:-
જયપાલસિંહ ઉર્ફે લાલો વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૨ર૯ રહે. મોટી ખેડોઇ ડેરીનો ચોક તા.અંજાર આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .