પાલારા ખાસ જેલ, ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફર્લા સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ
સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદશન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ- ભુજ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડવા તેમજ પેરોલ,ફર્લા,વચગાળા જામીન,પોલીસ જાપ્તા ફરારી તેમજ જલ ફરારી કેદો/આરોપીઓને પકડવા સુચના કરવામાં આવેલ હોય જ અનુસંધાને પેરોલ ફલો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.આજરોજ પેરોલ ફલા સ્કોડના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, પાલારા ખાસ જલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયલ પાકા કામના કેદી/આરોપી ભરત હરિક્રિષ્ના વ્યાસ ઉ.વ.૬૪ રહે.દેશલપર (વાંઢાય) તા.ભુજ મુળ રહે.રૃપાલ તા.જી.ગાંધીનગર વાળો મીરઝાપર બસસ્ટેશન મધ્યે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે પોતાના પર પ્રોહીબીશનનો કેસ થયેલ હોય અને નામદાર સુપ્રીમ કોટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જલમા કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામા આવેલ ડાયરેક્શન મુજબ તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી વચગાળાની જામીન રજા ઉપર મુક્ત કરવામા આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાયયવાહી માટે ભુજશહેર એ-ડીવીઝન પો.સ્ટે ખાતે સુપ્રત કરવામા આવેલ છે. ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લા સ્કોડના પો.સબ ઇન્સ.શ્રી એસ.એ.મહેશ્વરી તથા એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિહ જાડેજા તથા વિરેન્દ્રસિહ પરમાર તથા ડરા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.