ભુજમાં મહાશિવરાત્રી નિમિતે શિવમંદિરોમાં ભક્તોની ભીડ, શોભાયાત્રાનું આકર્ષણ

આજે મહાશિવરાત્રીના પાવન દિને ભુજ અને સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શિવ મંદિરોમાં હોમ હવન ધાર્મિક વિધિ ચાલી રહી છે. શંકર ભગવાનની ઠેર ઠેર પુરા ભાવ સાથે પૂજા થઈ રહી છે. ભક્તોને ભાંગ મિસરીત અને મીઠાઈ સહિતની પ્રસાદી અપાઈ રહી છે. ભુજ સમસ્ત હિન્દૂ સનાતન સમાજ આયોજિત, શ્રી દસનામ ગોસ્વામી જ્ઞાતિ, યુવક મંડળ અને મહિલા મંડળના ઉપક્રમે શહેરમાં શોભાયાત્રા નીકળી હતી, દરેક રસ્તા પર શહેરીજનોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. ભુજ શહેરના હાટકેસવર, ધીંગેશ્વર, પરેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં વહેલી સવારથીજ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે.