ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા સાતમા ચિકિત્સા સ્નાતક પદવીદાન સમારંભમાં 158 તબીબને પદવી મળી
ભુજની અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા સાતમા ચિકિત્સા સ્નાતક પદવીદાન સમારંભમાં નવોદિત 158 ડોક્ટરને દીક્ષાંત અર્પણ કરતાં ઉપસ્થિત વક્તાઓએ તબીબોને એક દેવદૂત સમાન ગણાવ્યા હતા અને સમાજ તેમની પાસેથી મોટી અપેક્ષા રાખશે જે પરિપૂર્ણ કરવાની તેમની જવાબદારી છે તેવું ઉમેર્યું હતું. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત આ સમારંભનું દીપ પ્રગટાવીને ડોક્ટરોને શીખ આપતાં કહ્યું કે, તમારે સમાજ સાથે અને ખાસ કરીને દર્દીઓ સાથે નમ્ર બનીને રહેવું પડશે. કેમ કે, તમારી નમ્રતાથી દર્દીનું અડધું દર્દ તો ગાયબ થઈ જાય છે અર્થાત હવે ચોવીસ કલાક સ્માઈલરૂપી માસ્ક ધારણ કરવું પડશે.