૨૨મી ઓકટોબર ૧૯૨૫ના રોજ કચ્છ માંડવી-ભુજ ખાતે આવી પૂ.બાપુએ જનચેતના જગાવેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનો અમદાવાદ સાબરમતીઆશ્રમ ખાતેથી શુભારંભ કર્યો હતો. પોતાના મનનીય પ્રવચનમાં વડાપ્રધાનશ્રીએ ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્માના અસ્થિકુંભને વિદેશની ધરતી પરથી પોતાના ખભા પર લાવી ભારતમાં લાગી તેમના દેશપ્રેમને ઉજાગર કર્યો હતો. આ વાતને સમગ્ર કચ્છીઓએ હર્ષભેર વધાવી હતી.ક્રાંતિતીર્થ માંડવી ખાતે “આજથી ૭૫ અઠવાડિયા સુધી ગુજરાત સહિત દેશભરના ૭૫ સ્થળોએ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાશે. ગાંધીજી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળોમાં ગુજરાતના પોરબંર, રાજકોટ, વડોદરા, બારડોલી અને માંડવી તેમજ દાંડીમાં પણ મોટા કાર્યક્રમો યોજાઇ રહયા છે. વડાપ્રધાનશ્રીએ દેશભરમાં દાંડીકૂચના ઐતિહાસિક દિવસે પ્રારંભ કરેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભવ્ય ઈતિહાસની નવતર કેડી કંડારશે”. એમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. ૨૨મી ઓકટોબર ૧૯૨૫ના રોજ કચ્છમાં સામાજિક અને રાજકીય ચેતના જગાવવા પૂ.મહાત્માગાંધી બાપુ માંડવી બંદરે આવ્યા હતા અને માંડવી તથા ભુજ ખાતે તેમણે જનસભાઓ કરી હતી. તેમજ ભુજના શરદબાગમાં મહારાવશ્રી ખેંગારજી સાથે મળી પ્રજાલક્ષી ચર્ચા કરી હતી.
કચ્છમાં ગાંધીજીના અવિસ્મરણીય રાષ્ટ્રપ્રેમના પ્રસંગોને ઉજાગર કરવા આઝાદીના અમૃત
મહોત્સવમાં કચ્છની ઘરોહર સમા ક્રાંતિતીર્થ માંડવી ખાતે આજરોજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે દેશપ્રેમનો જયઘોષ કરાવતાં જણાવ્યું હતું કે, “કચ્છના પનોતાપુત્ર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની આઝાદ માતૃભૂમિ માટેની વેદનાને વાચા આપી તેમના અને તેમનાં ધર્મપત્ની ભાનુમતીબેનના અસ્થિકુંભ માદરે વતન માંડવી-મસ્કા ખાતે પહોંચાડી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમને આદરાજંલિ અર્પી છે.રૂ.૧૫૦ કરોડના ખર્ચે માંડવી-મસ્કા ખાતે નિર્મિત ઈન્ડિયા હાઉસ ક્રાંતિતીર્થ દ્વારા અનેક યુવાઓને પ્રેરણા મળશે. શ્રી શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ટ્રસ્ટ ક્રાંતિતીર્થના વિકાસ માટે બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી છે, એમ પણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. તેમણે કચ્છ અને પૂ.મહાત્મા ગાંધીજીના સબંધે વિગતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છમાં આઝાદીની ચળવળ મજબૂત કરી સામાજિક અને રાજકીય ચેતના જગાવવા ક્રાંતિપ્રસાદ અંતાણીના આમંત્રણથી ગાંધીજી ૨૨મી ઓકટોબર-૧૯૨૫ના રોજ માંડવી બંદરે સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રી મહાદેવભાઇ દેસાઇ, દેવીદાસ ગાંધી, જીવનદાસ ગોકળદાસ, લક્ષ્મીદાસ મણીલાલ કોઠારી વગેરે સાથે પધારેલા. માંડવી રોકાણ દરમ્યાન બ્રહમપુરી તેમજ તળાવવાળા નાકાબહાર વડ નીચે સભા યોજી હતી. આ દરમ્યાન તેમણે વૃક્ષારોપણ, યતીમખાના, બાલઆશ્રમની, સ્ત્રીઓની સભા અને વ્યકિતગત મુલાકાત લીધી હતી. ૨૨મી
ઓકટોબરે બપોરે ભુજ ખાતે મહાદેવનાકા, સંસ્કૃતિ પાઠશાળા અને શરદબાગમાં આવ્યા હતા.ભુજમાં ગાંધીજીએ ખાદી, અસ્પૃશ્યતા કલંક અને રાજાપ્રજાના સબંધોની ચર્ચા કરી હતી તેમજ મહારાવશ્રી ખેંગારજી સાથે શરદબાગમાં પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આમ કચ્છ ગાંધીજી સાથે સન્માનીય રીતે સંકળાયેલ છે. રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી હિરજીભાઇ કારાણીના ક્રાંતિતીર્થના નિર્માણમાં આપેલ યોગદાનને પણ પોંખ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “લીવ ફોર ધિ નેશન” ના વિકાસ મંત્ર સાથે સમગ્ર દેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ એક જુટ થવા જઇ રહયો છે. જેમાં કચ્છના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માનો લંડનથી સ્વાતંત્ર સંગ્રામમાં વિશેષ યોગદાન આપી ક્રાંતિવીરોને પ્રેરણા આપી છે. એમ મુખ્યમંત્રીશ્રીના ઉલ્લેખથી જનમેદનીએ આ વાતને તાળીઓથી વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં સ્વાતંત્રયસેનાનીઓને શ્રધ્ધાજંલિ આપ્યા બાદ રામકૃષ્ણ હાઈસ્કૂલ માંડવીના બાળકોએ આ તકે ગાંધી વિચારો-જીવન કવનના અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાજેશ પઢારિયા, રમેશ જોષીએ રજુ કર્યા હતા. યુવા વિકાસ અધિકારીશ્રી મોહસીનખાન પઠાણે સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ ગાઈડ શંકરભાઇ ઘેડાએ ક્રાંતિતીર્થ તેમજ કચ્છ સાથે ગાંધીજી વિશે માહિતી આપી હતી. આ તકે ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલના ટ્રસ્ટીશ્રી હિરજીભાઇ કારાણી, માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., મુન્દ્રા-માંડવી પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.બી.ગોહિલ, નાયબ મામલતદાર મુન્દ્રાશ્રી રાજન વ્યાસ, જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ, જિલ્લા તાલુકા અગ્રણી સર્વશ્રીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રી
કેશવજીભાઇ રોશિયા, ગંગાબેન સેંધાણી, જિલ્લા પંચાયત સભ્યશ્રી મહેન્દ્રભાઇ ગઢવી, સુરેશ સંઘાર, દેવાંગ દવે અને દેશપ્રેમી નાગરિકો તેમજ સ્થાનિકો ઉત્સાહપૂર્વક કોરોના ગાઇડલાઇન અનુરૂપ ઉપસ્થિત રહયા હતા.