ઓખાના પોસીત્રા ગામની સીમમાં જુગાર રમતા ૬ ઝડપાયા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ દારૂ-જુગારની પ્રવૃતી બંધ રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જેએમ-ચાવડાની રાહબારી હેઠળ એલ.સી.બી.ની ટીમ ઓખા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમીયાન એ.એસ.આઇ. અજીતભાઇ બારોટ તથા હેડ કોન્સ અરજણભાઇ મારૂને બાતમી મળેલ કે, ઓખાના પોસીત્રા ગામની ટેકરી પાસે આવેલ દાઢીયાસીમમાં બાવળ કાંટમાં જાહેરમાં જુગાર રમે છે. તેવી હકીકત આધારે રેઇડ કરી રૂ.૧૬,૫૦૦/- તથા પાંચ મોબાઇલ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા ત્રણ મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૭૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે (૧) તેજાભાઇ જેસાભાઇ હાથીયા (ઉવ.૫૦) રહે.હમુસર (૨) આમદ ઉમર ચાવડા (ઉવ.૪૫) રહે. રાજપરાવાડી વિસ્તાર (૩) મનસુખ જાદવજીભાઇ જોષી (ઉવ.૪૫) રહે. ખતુંબા પોસીત્રા સીમ (૪) કનુભા જેસાભા હાથલ (ઉવ. ર૭) રહે. હમુસર ગામ (૫) ડાડુભા કારાભા હાથલ (ઉવ.૪૬) રહે.હમુસરગામ (૬) ભકતાભા અભુભા હાથલ (ઉવ.૩૭) રહે. હમુસરગામને ઝડપી લીધેલ છે. આ કાર્યવાહીમાં પો.સ.ઇ. એસ.વી.ગળચર, પો.સ.ઇ.પી.સી. શીંગરખીયા, એ.એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા હેડ કોન્સ. બલભદ્રસિંહ ગોહીલ, મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જેસલસીહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગોજીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.