છાડવાળાગામના ખેડૂતનું 100 મણ જીરું અજાણ્યા ઇસમે બાળીને કર્યું ખાખ

ભચાઉ તાલુકામાં આવેલ છાડવાળાગામના ખેડૂતે 12 એકરના ખેતરમાં વાવેતર કરેલા જીરાનું પાક 3 માસની મજૂરી બાદ પાકી જતાં તેની કાપણી કરીને એક જગ્યાએ ઢગલો કર્યો હતો. તેઓ ખેતરથી સાંજે 8 વાગ્યા આસપાસ જમવા ગયા હતા તે સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે જીરાના ઢગલામાં આગ લગાડી દેતા આસરે 6.00.000 જેટલું નુકસાન થયું હતું. આગ બુઝાવવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં માણસો આવ્યા હતા પણ આગ કાબુમાં આવી ન હતી ત્યારે 100 મણ જેટલો જીરું બળીને ખાખ થઈ હતો. જીરાના ઢગલામાં આગ લગાડનારાના પગના નિશાન મળી આવ્યા છે તેથી ખેડૂત અને ગામવાસીઓ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવવા ગયા હતા.