મુન્દ્રાની મેઇન બજારના અવાવરૂ મકાનમાં અગ્મય કારણોસર લાગી આગ

આજ સવારના મુન્દ્રાની મેઇન બજારના અવાવરૂ મકાનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠતા ઘટના સ્થળે લોકોનું ટોળું જામ્યું હતું. ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પર આવી આગને કાબુમાં લીધી હતી. માંડવી ચોક અને કંદોઈ બજાર વચ્ચે આવેલી જુના પીડબ્લ્યુડી ઓફિસના મકાનમાં વહેલી સવારે 7.30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી.ઘટનાને પગલે અદાણી ની ફાયર બ્રિગેડની ટીમના કેપ્ટનને ફોન પર જાણ કરાતાં તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોચી આવ્યા હતા, અને 2 કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અને વહેલી સવારનો સમય હોવાથી મેઇન બજારમાં અવરજવર ન હોવાથી જાનહાનિ કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. પરંતુ મકાનનો કાટમાળ બળીને ખાખ થયો હતો.ઉપરાંત રાહદારીઓની અવરજવર શરૂ થતાં પહેલાં આગ કાબુમાં આવી જતા લોકોએ રાહત મળી લીધો હતી.