પોલીસને માહિતી આપવાનું મનદુ:ખ રાખી યુવાનને મરાયા છરી ઘા

ભુજ શહેરના સરપચ ગેઇટ નજીક આશાપુરા રીંગ રોડ પર યુવકને બાઇક પર આવેલા બે આરોપીએ પોલીસને માહિતી આપી પકડાવી દેવાના મામલે છરીના ઘા મારયા હતા. કમરના ભાગે છરી મારી દેવાતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે બે યુવક સામે ફરિયાદનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, 1 આરોપી ભુજ વાળો આશાપુરા રીંગ રોડ પર હતો ત્યારે બાઇક પર આવેલા 2 આરોપીએ કહ્યું કે, અમારી અને અન્ય વ્યક્તિઓની પોલીસને ખોટી માહિતી કેમ આપે છે. ગેરવર્તન કરી માર મારી કમરના પાછળના ભાગે છરી મારી દીધી હતી. ઇજા પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઇજાગ્રસ્તને કમરના ભાગે છ ટાંકા લેવા પડયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશને 2 આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.