માધાપરના કલબમાં જુગાર રમતા પર રેડ: 4 ખેલાડી 15.000ની રોકડ સાથે પકડાયા

ભુજ તાલુકાના માધાપર યક્ષ મંદિર નજીક જોગીવાસમાં બી ડિવિઝન રહેણાકમાં રમાતી ક્લબમાં જુગાર પર પોલીસે રેડ પાડીને મુખ્ય સુત્રધાર સહિત 4 ખેલાડીને રોકડ રૂપિયા 15,100 અને 15,500ના બે મોબાઇલ સહિત ચાર ખેલાડીઓને પકડી પાડ્યા હતા.મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસે માહિતીના આધારે માધાપર યક્ષ મંદિર નજીક આવેલા જોગીવાસમાં આરોપીના રહેણાકના મકાનમાં રેડ પડી હતી. રેડ દરમિયાન આરોપી તેના મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે 4 ખેલાડીઓને રંગે હાથ પકડી પાડ્યયા હતા. તેમના કબજામાંથી રોકડ રૂપિયા 15,100 અને 15,500ની કિંમતના 2 ફોન મળીને રૂપિયા 30,600ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપી સામે જુગારધારા કલમ 4,5 મુજબ પકડી કરીને 4 જણાને જેલ ભેગા કરી દીધા હતા.