ચકાર કોટડાની વાડીમાં ઝાડ પર ગળે ફાંસો ખાઇ કિશોરીએ કરી આત્મહત્યા

ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે વાડીમાં દાડમના ઝાડ પર છોટા ઉદયપુરની ખેતમજુર(ઉ.15) કિશોરીએ ગળે ફાંસો ખાઇ લીધો હતો..મુળ છોટા ઉદયપુરની હાલે કોટડા ચકાર ગામે આવેલી હરેશભાઇ મણિલાલ માકાણીની વાડીમાં કામ કરતી (ઉ.15) વર્ષની સગીરાએ ગુરૂવારે સાંજે કોઇ કારણોસર વાડીમાં આવેલી દાડમના ઝાડ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ સગીરાની માનસિક અસ્થિર હોવાનું જાળવા મળ્યું છે. હાલ પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી ચલાવી છે.