મોટા કરોડીયાના ગ્રામજનો મોમાઈ માતાજીના સતરમાં પાટોત્સવ દરમ્યાન ગૌભક્તિમાં મશગૂલ બન્યા

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના માધ્યમથી અબડાસા તાલુકાના મોટા કરોડીયા ગામે મોમાઈ માતાજીના સતરમાં પાટોત્સવ નિમિત્તે દાતા કેશવજી મેઘરાજ અભાણીના આર્થિક સહયોગથી ગામનાં ૪૫૦ ગૌવંશજોને ૭,૨૮૦ કિલો લીલી મકાઈના ઘાસચારાનું ગામની ગૌસેવા સમિતિના ગૌભક્તો અને ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના પણ ગૌભક્તોની જહેમત થકી નિરણ સત્કર્મ સંપન્ન કરાયું હતું સાથે સાથે શ્વાનોને રોટલાઓ અને રોટલીઓનાં નિરણ અને પક્ષીઓને જુદા જુદા ધાનોના નિરણ કરાવવામાં આવ્યાં હતાં એવું ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના મુખ્ય અધ્યક્ષ સચીન ડી. ગણત્રાએ જણાવ્યું હતું સમિતિમાં પરોપકારી પ્રવૃત્તિમાં દાન માટે +919825088096 આ નંબર પર સંપર્ક કરી રૂબરૂમાં આપી શકે છે સકારાત્મક સહયોગ.