હાથ બનાવટની દેશી જામગરી સાથે એક આરોપી ને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ

શ્રી  અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા હથિયાર ધારાના કેસો શોધી કાઢવા અવાર નવાર સુચના આપવામાં આવેલ હોય અને ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોઈ જે અનુસંધાને  બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા  જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને  અમલવારી કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ કામગીરી કરવાં જણાવેલ હોઈ જે  અન્વયે  એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.આર. ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ.કોન્સ ગોવિંદભાઈ કાળુભાઈ તથા  પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. ભારદ્વાજભાઇ કાળીદાસભાઇનાઓ બરવાળા પો.સ્ટે  વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.કોન્સ. ભારદ્વાજભાઇ કાળીદાસભાઇનાઓને બાતમી મળેલ જે બાતમી  અન્વયે કરમશીભાઇ વિઠ્ઠલભાઇ સાથળીયા  જાતે દેવી પુજક  ઉ.વ-૬૦ રહે.ચાચરીયા તા.બરવાળા જી બોટાદા વાળા પાસેથી ગે.કા રીતે પરમીટ કે લાયસન્સ વગરની  હાથ બનાવટની  દેશી  જામગરી (અગ્નિશસ્ત્ર)  કિ.રૂ.૧૦૦૦/-  સાથે પકડાય જતા કાયદેસરની કાર્યવાહી કરી બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે.

આરોપીનું નામ:- કરમશીભાઇ વિઠ્ઠલભાઇ સાથળીયા  જાતે દેવી પુજક  ઉ.વ-૬૦ રહે.ચાચરીયા તા.બરવાળા જી બોટાદ

મુદ્દામાલની વિગત:- હાથ બનાવટની  દેશી  જામગરી(અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૧૦૦૦/-

કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-

       એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.આર. ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના હેડ.કોન્સ ગોવિંદભાઈ કાળુભાઈ તથા  પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના ભારદ્વાજભાઈ કાળીદાસભાઈનાઓ આ કામગીરીમાં જોડાયેલ હતાં.