લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો વેક્સિન લિધી હતી

કાર્યકરોએ આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે થી કોરોના વેકશીનનુ રસીકરણ કરાવ્યું હતું. હાલ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા રસીકરણ કરવવા આવી પહોંચ્યા હતા ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલના બ્લોક હેલ્થ કચેરીના સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા બુકકે આપીને રસીકરણ માટે આવકાર્યા હતા ત્યારે ત્યારે આજે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ કોરોના વેકશીનનુ રસીકરણ કરાવ્યું હતું તેમજ લીંબડી ધારાસભ્ય દ્વારા લોકોને રસીકરણ કરાવવા અપિલ પણ કરવામાં આવી હતી તેમજ લીંબડી બ્લોક હેલ્થ કચેરીના સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા જણાવાયું હતું કે આજદિન સુધીમાં લીંબડીના આઠ હજાર ઉપરાંત લોકોએ કોરોના વેકશીનનુ રસીકરણ કરાવી લીધું છે તેમજ આજ થી રવિવારે પણ વેકશીન ચાલુ રહે છે તેવું જણાવ્યું હતું.
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા લીંબડી, 9016979693