રતનપરમાં અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પડાયો

મળતી માહિતી મુજબ/સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અંગ્રેજી શરાબની હેરફેરી અને કટીંગ વધતી જોવા મળી રહી છે. ત્યારે બુટલેગરો દ્વારા મોટાપાયે અંગ્રેજી શરાબનો સંગ્રહ કરવામાં આવતો હોવાની ખબર પડતાં જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસે રતનપર શહેરી વિસ્તાર અને વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લીશ અંગ્રેજી શરાબનો મુદ્દામાલ અને ઈસમને પકડી પાડી આગળની તપાસ હાથધરી હતી.