અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કિસાન નેતા સહિત 5ની અટકાયત

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનને ચાર મહિના પૂર્ણ થઇ ગયા છે અને હજુ સુધી ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવામાં અમદાવાદમાં સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન સહિત 5 ખેડૂત નેતાઓ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા, તેદરમિયાન પોલીસે તેમની ચાલુ પ્રેસ કોન્ફરન્સે અટકાયત કરી હતી.જે થકી ખેડૂતોમાં રોશની લાગણી ફેલાઈ હતી॰