1 એપ્રિલથી અદાણીએ એરપોર્ટ પર પાર્કિંગનો ચાર્જ પણ વધાર્યો

દેશના એરપોર્ટનું ખાનગીકરણ થતાં હવે મનમાની થવા લાગી છે તેવામાં અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ ગ્રુપ એ પાર્કિંગનો સમય ઘટાડી દીધો અને સામે ચાર્જ પણ વધારી દીધા છે. મળતી માહિતી અનુસાર પહેલાં 2 કલાક માટે કાર પાર્કિંગનો ચાર્જ 80 રુપિયા હતો જેના બદલે  હવે પાર્કિંગ સમય માત્ર અડધો કલાક કરી તેનો ચાર્જ પણ 80ને બદલે 90 રુપિયા કરી દેવામાં આવ્યા છે. નવા દર એક એપ્રિલથી લાગુ કરવામાં આવશે.