અપહરણ કરી દસ કરૉડની ખંડણી માંગવાના પ્રકરણમાં આરોપીઓની ઓળખ પરેડ કરાવતી અંજાર પોલીસ

ગઈ તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ અંજાર મધ્યેથી એક વેપારીની દિકરીનું અપહરણ કરી લઈ જઈ તે વેપારી પાસે તે દિકરીની મુક્તિ માટે રૂપિયા દશ કરોડની માંગણી કરેલ જે અંગે અંજાર પોલીસ સ્ટે.ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩૨૧૦૦૩૫/૨૦૨૧ આઈ.પી.સી.કલમ- ૩૬૩,૩૮૬,૫૦૬(૨), ૨૯૪(ખ) મુજબ નો ગુનો દાખલ થયેલ. જે અન્વયે સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના માર્ગદર્શન હેઠળ આ અન ડીટેકટ ગુનો અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સા. તથા સ્ટાફે શોધી કાઢી ચાર આરોપીઓ (૧) હિતેશભાઈ ઉર્ફે રાજ જંયતીલાલ કાતરીયા (સોરઠીયા) ઉ.વ.૩૧ રહે. પ્લોટ નં-૧૭, જુની કોર્ટની સામે, વિજયનગર, અંજાર મુળ રહે.નાગોર તા.ભુજ (૨) રવજીભાઈ ઉર્ફે રવી ખીમજીભાઈ હડિયા (સોરઠીયા) ઉ.વ.૩૩ રહે. મ.નં- ૨૭૧, વિજયનગર, અંજાર (૩) વિકાસ દયારામ કાતરીયા (સોરઠીયા) ઉ.વ.૨૪ રહે. રાજાકાપડીદાદાનગર,દબડા,અંજાર મુળ રહે.નાગોર તા.ભુજ (૪) હસમુખ બાબુભાઇ માળી ઉ.વ.ર૫ હાલે રહે.ચિત્રકુટ-૨, અંજાર મુળ રહે.ડેડુડી તા-થરાદ જી.બનાસકાંઠા નાઓની ધરપકડ કરી તેઓના પોલીસ રીમાન્ડ મેળવી તપાસ દરમ્યાન આરોપીઓની આ કામના સાહેદથી એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સાહેબ નાઓ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ દરમ્યાન સાહેબએ આરોપીઓને ઓળખી બતાવેલ અને આરોપીઓએ જે જગ્યાઓએથી ગુન્હા કામે ઉપયોગમા લેવા સારૂ મોબાઇલ ફોનની ખરીદ કરેલ તથા ગાડીનો રંગ/વર્ણન બદલવા જે જગ્યાએથી રેડીયમ લીધેલ તે જગ્યાઓએથી તપાસના કામે પુરાવાઓ એકત્રિત કરેલ છે અને અન્ય આરોપીની ધરપકડ કરવા કાર્યવાહિ હાથ ધરેલ છે. અને આરોપીઓ રિમાન્ડ પર હોઇ તેઓની ઝણવટભરી પૂછ પરછ કરી પુરાવાઓ એકત્ર કરવા તપાસ આદરેલ છે.