માધાપરના શિવમ પાર્ક સોસાયટીમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમને ક્રિકેટ સટ્ટાની સામગ્રી સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરંભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ દારૂ-જુગારની બદી નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ ગોહિલ નાઓની આગેવાની હેઠળ એલસીબી સ્ટાફના કર્મચારીઓ એમસીબી કચેરી ખાતે હાજર હતા દરમિયાન સચોટ બાતમી હકીકત મળેલ કે દિપક અમૃતલાલ સોની રહે અંજાર વાળા ભુજ તાલુકાના માધાપર પાર્કમાં મકાન ભાડે રાખી હાલમાં ઇંગ્લેન્ડ ટુર ઓફ ઇન્ડિયાની ભારતમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાતી ૫૦ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર નાણાકીય હાર-જીતનો ક્રિકેટ સટ્ટો જુગાર રમી રમાડે છે અને પોતાના કબજામાં રહેણાંક મકાનો કારખાના તરીકે ઉપયોગ કરે છે જે મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં આરોપી દીપક ઉર્ફે જગદીશ અમ્રુતલાલ સોની ઉંમર (વર્ષ 52 રહે) નગરપાલિકા કોલોની શંકર ના મંદિર પાસે મકાન નંબર 66 નવા અંજાર કચ્છ વાળો પૈસાની હાર-જીતનો ક્રિકેટ સટ્ટો રમાડતા મળી આવેલ જે મુજબ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય:કારણ વાઘેલા-ભુજ