રાપર તાલુકા પંચાયતનું 92 કરોડના બજેટને આખરી બહાલી આપવામા આવી


રાપર: આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ હમિરજી સોઢા ના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકા પંચાયત કચેરી ના આગામી સમયમાં તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના વિકાસ માટે બજેટ ને બહાલી આપવામાં આવી હતી જેમાં બાણુ કરોડ બાર લાખના આખરી અંદાજ પત્ર ને બહાલી આપવામાં આવી હતી જેમાં આગામી સમયમાં તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત ના વિકાસ ક્ષેત્રે.. શિક્ષણ. સિંચાઇ. સહકાર આરોગ્ય ખેતીવાડી પશુપાલન આંગણવાડી બાંધકામ રસ્તા કુદરતી આફતો રસ્તા સહિત ના વિવિધ મુદ્દાઓ અંગે વિવિધ ખર્ચ માટે રાખવામાં આવેલ છે છ કરોડ ચોરાણુ લાખ ની પુરાંત વાળા બજેટ ને આખરી બહાલી આપવામાં આવી હતી તેમજ સ્વ ભંડોળ ચોવીસ લાખની રકમ જમા રહી હતી. આજે યોજાયેલી આખરી અંદાજ પત્ર ની મંજૂરી ની બેઠક મા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ. કારોબારી ચેરમેન દાનાભાઇ વાવીયા દંડક મોતી ભરવાડ. શાસક પક્ષ ના નેતા દેવીબેન આહિર કિશોર મહેશ્વરી. સહિત ના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક નું સંચાલન તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર. બાંધકામ વિભાગ ના પ્રતાપ પરમાર શિલા બેન બારીયા બી. પી. ગુંસાઈ. હરેશ પરમાર ઈલેવનસિંહ રાજપૂત હાર્દિક પટેલ શંકરભાઈ ગઢવી હુશેન જીએજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આખરી અંદાજ પત્ર પર મંજૂરીની મહોર મારી હતી.