રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત: 14ના મોત

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 14 દર્દીઓના મોત સાથે પોઝીટીવ કેસમાં વધારો જોવા મળ્યો છે. આજથી 45 વયથી વધુના કોઇપણ નાગરીક વેકસીનનો ડોઝ લઇ શકે તેવી રાજય સરકારે વ્યવસ્થા ગોઠવી છે. બીજી તરફ કોરોના સંક્રમણની ચેન તોડવા રાજકોટ મહાનગરમાં રાત્રી કફર્યુ રાત્રીના 9 કલાકથી અમલી થનાર છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 410 પોઝીટીવ કેસ નોંધાયા હતા.