પ્રોહીબીશનનાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ – ભુજ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાનાં લીસ્ટેડ બુટલેગર અને પ્રોહીબીશનનાં વધુ ગુનાઓમાં પકડવાનાં બાકી આરોપી પુના ભાણા ભરવાડ તથા રામા વજા ભરવાડ નાઓને સત્વરે શોધી પકડી પાડવા ખાસ સુચના આપવામાં આવેલ. જે આરોપીઓને એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતા અને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સનાં માધ્યમથી આરોપી પુના ભાણા ભરવાડ બાડમેર રાજસ્થાન હોવાની હકીકત આધારે પોલીસ અધિક્ષકશ્રીની મંજુરી મેળવી એલ.સી.બીની ટીમ તપાસમાં બાડમેર જઇ ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી પુના ભાણા ભરવાડ તથા તેના સાગરીત અરવિંદ માદેવા દેસાઇ નાઓને બાડમેર (રાજસ્થાન) મુકામેથી પકડી પાડી અંજાર પો.સ્ટે. ગુના રજી.નં. ર૪૧/૨૧ ના કામે અટકાયત કરી કાયદેસર તપાસ કાર્યવાહી એલ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલ છે. નાસતો ફરતો આરોપી રામા વજા ભરવાડનાઓને પકડી પાડવા એલ.સી.બી. ટીમ પ્રયત્નશીલ હતી અને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સનાં માધ્યમથી મજકુર આરોપી અમદાવાદ શહેર વિસ્તારમાં હોવાની મળેલ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની મદદ મેળવી આરોપી રામા વજા ભરવાડ તથા તેનો સાગરીત મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણ કોલી નાઓને પકડી પાડી બંને આરોપીઓને અંજાર પો.સ્ટે. ગુના રજી.નં૧૮૧/ર૧ ના કામે અટકાયત કરી બંને આરોપીને આ ગુના કામેના તપાસ કરનાર પો.સ.ઇ.શ્રી પેરોલ ફર્લો સ્કવોડ ગાંધીધામનાઓને સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.