ભુજમાં 41 ડિગ્રી તાપમાન સાથે શહેરીજનો ગરમીથી શેકાયા

મળતી માહિતી મુજબ/ ભુજમાં 41 ડિગ્રી તાપમાન સાથે શહેરીજનો ગરમીથી શેકાયા હતા. હવામાન વિભાગે હજુ બે દિવસ કચ્છમાં હિટવેવની શક્યતા દર્શાવી છે.બુધવારે કચ્છમાં સાૈથી વધુ તાપમાન ભુજમાં નોંધાયું હતું. 41 ડિગ્રી તાપમાનના લીધે શહેરીજનો ગરમીથી શેકાયા હતા. રવિના પ્રકોપથી બપોરે કુદરતી સંચારબંધીનો માહોલ જોવા મળ્યો હતો.  રાજ્યના ગરમ મથકોમાં રાજકોટ 42 ડિગ્રી બાદ ભુજ તેમજ અમરેલી 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહ્યા હતા.