જખૌ જૂથ ગ્રામ પંચાયતની ખેડૂત પરિવાર સાથેની કાનૂની લડાઈમાં ખેડૂત પરિવારને ન્યાય

જખૌ જૂથ ગ્રામ પંચાયતના દરાડવાંઢ ગામે મુશા અલીમામદ દરાડ ના માલિકીના રેવન્યુ સર્વે નં. ૧૦૦૮ ની બાજુમાં ચોક્કસ પરિવારનું વથાણનું વાડો આવેલ હતો. જે DILR ની માપણી આધારે ખેતર માં આવી જતા, વાડા માલિકે જખૌ જૂથ ગ્રામ પંચાયતને સરપંચ ની ચૂંટણી સમયે સાથે રહેલ જેથી સરપંચ તેમજ તલાટી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો જખૌ પોલીસ ના પી.એસ.આઈ સાથે સાંઠ-ગાંઠ કરી ચૂંટણી સમયે સાથ આપનાર ચોક્કસ પરિવારને લાભ અપાવવાના હેતુ થી પાણીના ટાંકા અને અવાળા નું દબાણ હટાવવાનું બહાનું બનાવી મિલીભગત થી ષડ્યંત્ર રચી માલિકીના ખેતરમાં કોઈ પણ રેવન્યુ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના અડધા એકર જેટલી માલિકી ની જમીન પચાવી પાડવાનું કાવતરું રચેલ. તા : ૨૩/૦૯/૨૦૨૦ના રોજ JCB મશીન લઈ ગુંડા તત્ત્વોને સાથે રાખી સદર ખેતરના બંધ પાડા તેમજ કાંટાળી વાડ તોડી તલ ના ઉભેલા પાકને ખૂબ ભારે નુકશાની કરેલ. બનાવ સમયે દરાડ વાંઢ ગામના અગ્રણી હાજર રહેલા અને તેઓએ માલિકીના ખેતરના માપણી શીટ સહિતના ડોક્યુમેન્ટ જખૌ જૂથ ગ્રામ પંચાયત ના તલાટી તેમજ જખૌ પી.એસ.આઈ ને રૂબરૂમાં આપેલ, ત્યારે તલાટીએ જણાવેલ કે આવા ડોક્યુમેન્ટ બજાર માં દસ દસ હજાર માં વેંચાતા મળે છે. અને અમને કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી ની જરૂર નથી હું પોતે રેવન્યુ નું કીડો છું. જે અનુસંધાને સ્થાનિકે જખૌ પોલીસ ને પણ અરજદાર દ્વારા વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવેલ. પોલીસ માં લેખિત રજૂઆતો કરવા છતાં મિલીભગત થી કોઈ નિકાલ ન આવતા, તા : ૦૭/૧૨/૨૦૨૦ ના રોજ જખૌ જૂથ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા કોઈ પણ રેવન્યુ મેટર ના સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના માલિકીના ખેતરને બે ટુકડા કરી દેવાની કોશિશ કરેલ. જેથી ખેડૂત પરિવારે જખૌ પોલીસ સ્ટેશને ન્યાયની આશાએ ઉપવાસ આંદોલનમાં ઉતરેલા. પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સદર જગ્યાની માપણી કરાવી DILR દ્વારા માપણી રિપોર્ટ રજૂ કર્યાથી સદર જગ્યા માલિકીના હદ માં આવતો હોવાનું પુરવાર થશે તો જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા આંદોલન સમેટવામાં આવ્યું હતું. અબડાસા પ્રાંત અધિકારી ના આદેશથી તા : ૦૫/૦૧/૨૦૨૧ના રોજ DILR ના અધિકારી દ્વારા જખૌ પી.એસ.આઈ જખૌ તલાટી તેમજ ખેતર માલિકને સાથે હાજર રાખીને ફરીથી માપણી કરેલ, જે માપણી માં આખરી નિર્ણય સદર જગ્યા ખેતર માલિકની હદ માં હોવાનું ફલિત થતા, જે રિપોર્ટ ખેડૂત પરિવારે જખૌ પોલીસ માં રજૂ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અપીલ કરેલ, જે અપીલ નું નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી. જેથી ખેડૂત પરિવારે નિરાશ થઈને અબડાસા પ્રાંત અધિકારીની સંકલન ફરિયાદ માં રજુઆત કરેલ. સદર તમામ બાબતોથી ફલિત થાય છે કે જખૌ જૂથ ગ્રામ પંચાયત અને જખૌ પી.એસ.આઈ દ્વારા મનસ્વી તંત્ર સ્થાનિકે ચલાવવામાં આવે છે. જેથી પંચાયતે ગ્રામ પંચાયતના સભ્યની કોઈ પણ જાતની મંજૂરી લીધા વિના જખૌ પી.એસ.આઈ ને સન્માનપત્રક માં તેમના નામનું ઉલ્લેખ કરેલ છે. જે બાબતે સભ્યએ ખુલાસો પણ આપેલ છે. જખૌ જૂથ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ અન્ય જાગૃત નાગરિકો દ્વારા સરકારી નાણાં ની ઉચાપત અને ભ્રષ્ટચાર બાબતે રજૂઆતો કરવામાં આવેલ છે, જે બાબતે જખૌ પોલીસ સ્ટેશને ફોજદારી ફરિયાદ પણ થયેલ છે. ફરિયાદ માં ભ્રષ્ટચાર અને ઉચાપત ના ગંભીર આક્ષેપો હોવા છતાં સ્થાનિકે પોલીસ દ્વારા ગ્રામ પંચાયતના અધિકારી તેમજ પદ અધિકારીઓને બચાવવા માટે ફોજદારી ફરિયાદમાં હળવી કલમોનું ઉમેરો કરેલ, જે પાછળ થી એસ.પી સાહેબશ્રી અને આઈ.જી સાહેબશ્રી દ્વારા કલમોનું ઉમેરો પણ કરવામાં આવેલ, અને થયેલ ફરિયાદ ની તપાસ પણ નલિયા સર્કલ પોલીસ અધિકારી ને તબદીલ કરેલ. તેમજ ભ્રષ્ટચાર બાબતની ફરિયાદના ફરિયાદી અને સાહેદો ઉપર પણ પાછળથી ખોટી ફરિયાદો કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે મનસ્વી વહીવટ ના આરોપમાં જખૌ જૂથ ગ્રામ પંચાયત પર અગાઉ પણ આક્ષેપો થયેલ છે, અને આ સમગ્ર બનાવ થી પણ મનસ્વી વહીવટ સાબિત થતા અરજદારો દ્વારા ફરી એક વાર મનસ્વી વહીવટ વિરુદ્ધ કાનૂની લડાઈ કરવામાં આવશે તેવું સ્થાનિકે દેખાઈ રહ્યું છે. ઉપરોક્ત તમામ આક્ષેપો અને રજૂઆતો અરજદાર મુશા અલીમામદ દરાડ તેમજ ખુલાસો ગ્રામ પંચાયત સદસ્ય દાઉદ અયુબ દરાડ દ્વારા આપવામાં આવ્યો છે. રિપોર્ટ બાય:ઇકબાલ રાઠોડ-જખૌ