ચાર માસ પહેલાં અપહરણ થયેલ બાળકની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્‌ જ ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ. ભચાઉ પો.સ્ટે રિ રજી.નં-૦૦૦૯/ર૦ર૧ ઈ.પી.કો કલમ ૩૬૩ મુજબનો ગુન્હો ગઈ તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ જાહેર થયેલ જે અનવ્યે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા નાઓ દ્વારા સદરહું ગુના કામે ભોગ ભનનાર સગીરવયના બાળકને આ કામેના ફરીયાદીન। કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જનારને શોધી કાઢવા ટેક્નીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ દ્વારા સદરહું ગુના કામે ભોગ બનનારને તેમજ આરોપીને શોધી અલગ અલગ ટીમો બનાવી સદરહું ગુના કામેની તપાસ દરમ્યાન આ કામેના શકમંદોની ઝીણવટભરી તપાસ કરી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ ના આધારે તપાસ દરમ્યાન આ કામેના શકમંદ અશ્વિન ભરતભાઈ માલીવાડ ઉ.વ.રર રહે. ગામ શીર તા.સંતરામપુર જી.મહિસાગર વાળાને અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આક્રુંદ ગામેથી પૂછપરછ અર્થે લઈ આવી ઝીણવટભરી ઉંડાણપુર્વક પૂછપરછ કરતાં પોતે ભાગી પડેલ અને સદરહું ગુના કામે ભોગ બનનારનું અપહરણ કરી શિકરા તા.ભચાઉ ના ખારો વિસ્તારમાં અવાવરૂં કુવા પાસે લઈ જઈ તેનું દરવાજાના લાકડા વડે માથાના ભાગે તેમજ પીઠના ભાગે માર મારો મૃત્યુ નિપજાવી કુવામાં ફેકી દઈ પુરાવાનો નાશ કરી નાશી જઈ ગુનો આચરેલ દરમ્યાન એક્ઝીક્યુટીવ મેજી.સા. નાઓ સાથે બનાવવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં કુવામાંથી કોહવાયેલ હાલતમાં લાશ મળી આવેલ જેને જામનગર ખાતે પી.એમ. માટે મોકલી આપી આરોપીને સદરહું ગુના કામે રાઉન્ડ અપ કરી તેના વિરૂધ્ધ ઈ.પી.કો કલમ ૩૦૨ વિ. કલમો ઉમેરવાની તજવીજ કરેલ છે. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.વી.રહેવર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા સરતાણભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર તથા સુરેશભાઈ પીઠીયા તથા નારણભાઈ આસલ તથા જયદિપસિંહ ડાભી તથા ડ્રા.પો.કો.ભુપેન્દ્રસિંહ જાડેજા તથા ભરતજી ઠાકોર વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.